 |
In the meantime, try this: |
વઢવાણી મરચાં અને શીંગોડા અથાણું: (10 વ્યક્તિ માટે)
સામગ્રી:
- વઢવાણી મરચાં - 500 ગ્રામ
- શીંગોડા (છાલ કાઢેલા) - 500 ગ્રામ
- રાઈની દાળ - 150 ગ્રામ
- સરસીયું / સીંગતેલ - 500 ગ્રામ
- લીંબુ - 200 ગ્રામ
- મીઠું - સ્વાદ પ્રમાણે
- હળદર - 50 ગ્રામ
રીત:
- વઢવાણી મરચાં નાં 1 સે.મી. લાંબા કટકા કરો તેમાં તેજ સાઈઝમાં કાપેલા શીંગોડા નાં કટકા મીક્ષ કરો.
- આ મિશ્રણ ને એક બાઉલ માં લઈને તેમાં 200 ગ્રામ લીંબુને કટકા કરીને નાંખો તથા હળદર અને મીઠું નાંખો.
- રાત્રે ઢાંકીને રહેવા દો. સવારે રાઈની દાળને તેલમાં ખૂબ ફીણીને ઉભરો આવે તેમ તેલ તથા મરચાં શીંગોડા નાં બાઉલમાં એકઠું થયેલ પાણી ઉમેરી ફીણતા રહો.
- ફીણેલી રાઈની દાળને મરચાં શીંગોડામાં ઉમેરી મીક્ષ કરો.
- સર્વ કરો.
નોંધ: ફ્રીજ વગર આ અથાણું 4-5 દિવસ સારું રહેશે. |
|
|